Home> Entertainment
Advertisement
Prev
Next

'બાહુબલી' અને 'ટાઈગર જિંદા હૈ' જેવી ફિલ્મોને પછાડી 'તાનાજી: ધ અનસંગ વોરિયર'એ તોડ્યો આ રેકોર્ડ

અજય દેવગણની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરની બોક્સ ઓફિસ પર ધમાલ ત્રીજા અઠવાડિયે પણ ચાલુ જ છે. ત્રીજા અઠવાડિયાની કમાણીમાં આ ફિલ્મે બાહુબલી અને ટાઈગર ઝીંદા હૈ જેવી ફિલ્મોની માત આપી છે.

'બાહુબલી' અને 'ટાઈગર જિંદા હૈ' જેવી ફિલ્મોને પછાડી 'તાનાજી: ધ અનસંગ વોરિયર'એ તોડ્યો આ રેકોર્ડ

નવી દિલ્હી: અજય દેવગણ (Ajay Devgn) ની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior) ની બોક્સ ઓફિસ પર ધમાલ ત્રીજા અઠવાડિયે પણ ચાલુ જ છે. ત્રીજા અઠવાડિયાની કમાણીમાં આ ફિલ્મે બાહુબલી અને ટાઈગર ઝીંદા હૈ જેવી ફિલ્મોની માત આપી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાં મુજબ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ તાનાજીએ 26 જાન્યુઆરીએ 12.58 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 224.93 કરોડ કમાણી કરી લીધી છે. એટલે કે 250 કરોડની નજીક છે. ફિલ્મે ત્રીજા શુક્રવારે 5.38 કરોડ, શનિવારે 9.52 કરોડ અને રવિવારે 12.58 કરોડનો બિઝનેસ કર્યો. આ સાથે જ તરણે એક અન્ય યાદી બહાર પાડી છે જેમાં ત્રીજા અઠવાડિયાના રવિવારના રોજ ફિલ્મે કમાણીના મામલે બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મને પછાડી છે. 

જેમાં બાહુબલી 2 (17.75 કરોડ), દંગલ (14.33 કરોડ), પીકે (11.58 કરોડ), કબીર સિંહ (9.61 કરોડ), સંજૂ(9.29 કરોડ), ઉરી (9.20 કરોડ), બજરંગી ભાઈજાન ( 9.07 કરોડ), ટાઈગર ઝીંદા હૈ (8.27 કરોડ), પદ્માવત (8 કરોડ), ધૂમ 3 (5.75 કરોડ), વોર (5.60 કરોડ),  બાહુબલી (5.11 કરોડ) અને સુલ્તાન (5.14 કરોડ) જેવી ફિલ્મો સામેલ છે. 

આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાને ભજવી છે. આ એક પીરિયડ ફિલ્મ છે. જે દર્શકોને પસંદ પડી છે. આ જ કારણ છે કે તાનાજી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી રહી છે. ઓમ રાઉતે આ ફિલ્મ સાથે નિર્દેશનની દુનિયામાં ડગ માડીને સાબિત કરી દીધુ કે તે એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક એક સીન પર ઓમ રાઉતે ઝીણવટપૂર્વક કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવિરતાને દર્શાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More